ગુજરાત
News of Monday, 18th November 2019

વહેલી સવારે સૂર્યનમસ્કાર સાથે

યોગાસન અને પ્રાણાયામ કરતા SGVP દર્શનમ્ સંસ્કૃત

મહાવિદ્યાલયના ઋષિકુમારો -સંતો

અમદાવાદ. તા.૧૮ હિન્દુ શાસ્ત્ર બ્રહ્મવૈવર્ત પુરાણમાં સૂર્ય પૂજા અને સૂર્ય નમસ્કારનો ખૂબ જ મહિમા કહેલો છે. સૂર્ય ઉર્જાથી આપણું જીવન ટકી રહેલ છે. સૂર્યના કિરણોથી તમામ જાતના રોગો નાશ પામે છે.

   તેવી જ રીતે યોગ એ સંપૂર્ણ વ્યાયામ છે. જેનાથી મન, બુદ્ધિ અને ચિત્તની શુદ્ધિ થાય છે.

   શિયાળાની ઋતુ શરુ થઇ રહી છે ત્યારે વહેલી સવારે કરાતા યોગ અને સૂર્ય નમસ્કાર તેમજ યોગાસનો ખૂબજ ઉપયોગી છે. યોગ તે શરીર અને મનની ચિકિત્સા, સાધના તેમજ કાયમી સ્વાસ્થ્યના પ્રશ્નો હલ કરવા માટે ખૂબજ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે

   ત્યારે શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપી શ્રી દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયના ઋષિકુમારો સંતો તથા SGVP હોસ્ટેલના વિદ્યાર્થીઓ દરરોજ સૂર્યનમસ્કાર ઉપરાંત યોગાસનોમાં સલભાસન, હલાસન, વગેરે આસનો તેમજ પ્રાણાયામો   સરળતાથી કરે છે.

(12:44 pm IST)