ગુજરાત
News of Monday, 18th November 2019

આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું શિરમોડ યાત્રાધામ વડતાલ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમપૂર્વક પૂર્ણાહૂતિ

૨૦ થી ૨૫ લાખ ભાવિકોએ દર્શનનો લાભ લીધો ૩૨ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી......૩૦૦૦ કિલો ડ્રાયફ્રુટથી વચનામૃતનો અભિષેક ગુજરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીની ઉપસ્થિતિ એક લાખ દિવડાંઓથી ગોમતીમૈયાની આરતિ ઉતારવામાં આવી.

અમદાવાદ તા.૧૮  જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને પોતાનું સ્વરુપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવેલ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયનું શિરમોડ તીર્થધામ વડતાલ ખાતે પ.પુ..ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને તેમજ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રસાદદાસજી, મુખ્ય કોઠારી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી તથા આસી.કોઠારી શ્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી તથા ટ્રસ્ટબોર્ડના સભ્યોના માર્ગદર્શન નીચે ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ કાર્તિકી સમૈયાના શુભ અવસરે તા.-૧૧-૨૦૧૯ થી ૧૨-૧૧-૨૦૧૯ દરમ્યાન ભક્તિભાવપૂર્વક દેશ વિદેશના લાખો હરિભકતોની ઉપસ્થિતિમાં નિર્વિઘ્ને પ્રસંગે ઉજવાઇ ગયો.

      ઉત્સવ પ્રારંભે પહેલા જોળ ગામથી વડતાલ સુધી ભવ્ય પાથી યાત્રા - શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમાં હજારો બહેનો બાઇઓ જોડાયાં હતા

     ઉત્સવ દરમ્યાન દરરોજ સાતેય દિવસ ભવ્ય સભા મંડપમાં કુંડલવાળા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વચનામૃત તેમજ ભગવાનના લીલા ચરિત્રોનું પાન કરાવ્યું હતું. .

ઉત્સવ દરમ્યાન વચનામૃતના સંપાદક સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી અને સદગુરુ શ્રી શુકાનંદ સ્વામીનું વિશિષ્ટ પૂજન કરવામાં આવ્યું હતું.

      ઉત્સવ દરમ્યાન, અખંડ ધૂન, વિરાટ વચનામૃત ઉદ્ઘાટન, વચનામૃત ગેટ ઉદઘાટન, ૩૨ જેટલા પાર્ષદોને સંતદિક્ષા, અન્નકૂટોત્સવ, હનુમાન મંદિર ઉદઘાટન, વચનામૃત સુવર્ણ-રજત તુલા, સામાજિક સેવાના ભાગ રુપે રક્તદાન કેમ્પ તેમજ આંખ, કિડની, હાડકાના સાંધા, હ્રદય, દાંત, સ્ર્ત્રી રોગ, મગજના તેમજ નાક કાન વગેરે રોગોના  નિદાન કેમ્પો રાખવામાં આવેલ. ઉત્સવમાં એસજીવીપી ગુરુુકુલના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી તેમજ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની આગેવાની નીચે ગુંદાસરાના ગોવિંદભાઇ બારસિયા, જયંતીભાઇ કાચા, જગદીશભાઇ મકવાણા વગેરે સ્વયંસેવકોની મદદથી ૨૦૦ યજ્ઞ કુંડી મહાવિષ્ણુયાગની યજ્ઞશાળાના નિર્માણથી માંડીને છેલ્લે સુધીની તમામ જવાબદારી સંભાળી હતી.

 ઉત્સવ દરમ્યાન, મંદિર, ગોમતી તળાવ તથા વિવિધસ્થળોઅને રસ્તાઓને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. જૂના બસ સ્ટેશન પાસે વચનામૃત ગ્રન્થની વિશાળ આબેહુબ પ્રતિકૃતિ કરવામાં આવી હતી, જ્યાં વચનામૃતના અખંડ પાઠની શરુઆત કરવામાં આવી હતી. વૈદિક વિધિ સાથે દેવદિવાળીના પુનિત પર્વે આચાર્ય મહારાજના હસ્તે ૩૨ સંતોને ભાગવતી દિક્ષા આપવામાં આવી હતી.

ગોમતી કાંઠે ભવ્ય ભગવાનની લીલા તથા સાંસ્કૃતિક પ્રસંગો દર્શાવતુુ પ્રદર્શનનું આયોજન કરવામા આવ્યુ હતું. ગ્રન્થરાજ વચનામૃતનુ ૩૦૦૦ ડ્રાય ફ્રુટથી અભિષેક કરવામાં આવેલ.

કાર્તિક સુદ બારસના દિવસે ૧૯૪મો લક્ષ્મીનારાયણ દેવનો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે અન્નકુટ તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહોત્સવ પ્રસંગે વંડામાં નૂતન હનુમાનજી મહારાજના મંદિરનું ઉદઘાટન કરવામાં આવેલ. તા.૧૧ ના રોજ પર્યાવરણની સુરક્ષા માટે ૨૦૦ કુંડી મહાવિષ્ણુયાગની આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ઉત્સવ દરમ્યાન ગોમતી મૈયાનું પુજન અને ભવ્ય લાઇટ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આશરે ૨૦ હજારથી વધુ હરિભકતોએ ગોમતી મૈયાની આરતિ ઉતારી હતી.

 ઉત્સવ દરમ્યાન જે જે ભકતોએ સેવા કરી હતી તેને મહારાજશ્રીના હસ્તે આશી્ર્વાદ અપાયા હતા.

યજ્ઞના મુખ્ય યજમાન શ્રી ઘનશ્યામભાઇ શીવાભાઇ પટેલ (ખાંધલી), પંકજભાઇ પટેલ ઉમરેઠવાલા, ભૂપે્ન્દ્રભાઇ રાવજીભાઇ પટેલ, ધીરુભાઇ કોટડીયા, કૌશલભાઇ સોહાગીયા, કાનભાઇ બારસિયા ગુંદાસરા, મોહનલાલ એસ. મીઠાઇવાલા મુંબઇ, જગદીશભાઇ રણછોડભાઇ પટેલ, શંકુતલાબેન જગદીશભાઇ પટેલ, વગેરે મુખ્ય યજમાનોને સાફો બંધાવી આચાર્યમહારાજશ્રીના હસ્તે સન્માનિત કર્યા હતા.

રાજકીય મહાનુભાવોમાં ઉત્સવ દરમ્યાન ગુજરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણમંત્રી શ્રી ભૂપે્ન્દ્રસિંહ ચુડાસમા, મહેસુલમંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, પ્રદેશ કોંગ્રેસપ્રમુખ શ્રી અમીતભાઇ ચાવડા, યાત્રાધામ વિકાસના શંકરભાઇ સોલંકી, વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણી, વગેરે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ફિલ્મ સ્ટાર ગોવિંદા, સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ સહિત અને ધાર્મિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રીના કાર્યક્રમમાં વચનામૃત ગૌરવ ગાથા સુરત, દિવ્ય સંત સંમેલન, પૂજ્ય ગાદીવાળાની ઉપસ્થિતિમાં મહિલા મંચ, યુવા મંચ જેમાં સંપ્રદાયના નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ, ગઢડા, ધોલેરા, જુનાગઢ, પીપલાણા, ભૂજ, વગેરે ધામધામથી અનેક સંતો પધાર્યા હતા.

ઉત્સવ દરમ્યાન વ્યાખાનમાળામાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી છારોડી, રામકૃષ્ણદાસજી સ્વામી ધ્રાંગધ્રા, બાલકૃષ્ણદાસજી સ્વામી ફણેણી, નારાયણ મુનિદાસજી સ્વામી ભૂજ, પી.પી.સ્વામી જેતલપુર, સરજુદાસજી સ્વામી ભરુચ, ભકિતપ્રકાશદાસજી સ્વામી વડતાલ, જ્ઞાનસ્વરુપદાસજી સ્વામી જુનાગઢ, રાધારમણદાસજી સ્વામી રાજકોટ, હરિપ્રકાશદાસજી સ્વામી  ધોલેરા, નિર્લેપદાસજી સ્વામી બોરસદ, કેશવપ્રિયદાસજી સ્વામી નાહિયેર વગેરે રહ્યા હતા.

ઉત્સવ સમાપન પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજે જણા્વ્યું હતું કે વચનામૃત તો ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી છે. વચનામૃત ગ્રન્થ એ વૈદિક ધર્મના મર્મોનો રહસ્ય ગ્રન્થ છે. તમામ શાસ્ત્રોનો સાર વચનામૃતમાં જોવા મળે છે. મનુષ્યજન્મની સાર્થકતા શેમાં છે તેની સમજણ આપણને વચનામૃત આપે છે. વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વેદ, ઉપનિષદ, બ્રહ્મસુત્રો, શ્રીમદ્ ભગવત્ ગીતા, શ્રી ભાગવત વગેરે ગ્રન્થોનું રહસ્ય સુંદર રીતે સમજાવ્યું છે.

સભાનું સંચાલન શા. સંતવલ્લભદાસજી સ્વામી, સૂર્યપ્રકાશદાસજી સ્વામી અને નારાયણચરણદાસજી સ્વામીએ સંભાળ્યુ હતુ.   

(12:42 pm IST)