ગુજરાત
News of Monday, 18th November 2019

વડોદરાના પાદરામાં મામલતદાર ઓફિસ ખાતે RTOના કેમ્પ સ્થળે અધિકારીઓ ફરક્યા જ નહીં ! વાહનચાલકોમાં ભારે રોષ

300 જેટલા વાહનચાલકો પોતાની નંબર પ્લેટ બદલ્યા વિના જ પરત ફર્યા હતા

વડોદરાના  પાદરામાં મામલતદાર ઓફિસ ખાતે આરટીઓના કેમ્પનો ફિયાસ્કો થયો છે. કેમ્પ યોજવાની જાહેરાત બાદ કેમ્પ સ્થળ પર આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ન આવતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

 વાહનચાલકોએ પોતાના લાયસન્સ અને આરટીઓએ કરેલી જાહેરાતના બેનરો સાથે આરટીઓ વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો. અને 300 જેટલા વાહનચાલકો પોતાની નંબર પ્લેટ બદલ્યા વિના જ પરત ફર્યા હતા

(11:31 pm IST)