ગુજરાત
News of Monday, 18th November 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદ : આખરે અમદાવાદ આશ્રમના સંચાલક વિરુદ્ધ ફરિયાદ :સોમવારે હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરાશે

અમદાવાદ : હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના આશ્રમમાં બેંગલુરુના એક પરિવારનાં ચાર બાળકોને ગોંધી રાખવા મામલે શુક્રવાર રાતથી શરૂ થયેલો વિવાદ રવિવારે પણ થતાવત્ રહ્યો હતો. પોલીસે પુષ્પક સિટીમાં તપાસ કરી પુષ્પક સિટીમાં સગીરા તેની બહેન અને તેના ભાઈને છોડાવ્યા હતા. બંગલાના રૂમ માં નિત્યાનંદના ફોટો મળી આવ્યા હતા. આ બંગલામાં હજી પણ ત્રણ યુવતી ઓ રહે છે. જે આશ્રમ સાથે સંકળાયેલી છે. આશ્રમથી 7 કિલોમીટર દૂર આવેલી આ પુષ્કર રેસિડેન્સીમાં મકાનમાં ગુમ યુવતીના ભાઈ અને બહેનને દિવાળીના દિવસો દરમ્યાન લાવવામાં આવ્યા હતા.
 આખરે સ્વામી નિત્યાનંદ અને અમદાવાદ આશ્રમના સંચાલક વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. બે યુવતીઓ ગુમ થવા મામલે જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરવામાં આવશે.
 આ પહેલા બપોરે બાળકોના પરિવારના સમર્થનમાં કરણીસેના ઉતરી આવી હતી. કરણી સેનાએ નિત્યાનંદ આશ્રમમાં હોબાળો કર્યો હતો. કાર્યકરો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા હતા. તેમજ ગુમ યુવતીની તપાસ કરી હતી. જેને પગલે Dysp સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કાર્યકરોને સમજાવી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ કાર્યકરોએ આશ્રમ બહાર ધરણા કર્યા હતા.
નિત્યાનંદનાં અમદાવાદનાં આશ્રમ યોગીની સર્વાંજ્ઞ પીઠમ સામે તમિલનાડુનાં રહેવાસી જનાર્દનભાઇ શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેમની મોટી દીકરીને આશ્રમમાં ગોંધી રાખવામાં આવી છે. આ મામલે જનાર્દનભાઇ શર્માએ અમદાવાદની ચાઇલ્ડ વેલફેર કમિટિમાં ફરિયાદ નોંધાવી છે.

(9:49 am IST)