ગુજરાત
News of Sunday, 18th November 2018

દાહોદ સબજેલમાં ટીવી મળ્યું :મામલતદાર,ઇન્કમટેક્સ ઓફિસર સહિતના ભોગવતા હતા સજા :કલેકટર,પ્રિન્સિપાલ જજ અને એસપી સહિતના પહોંચ્યા

 

દાહોદની સબજેલમાંથી ટેલિવિઝન મળતા પોલીસ પણ ચોંકી ગઈ છે. નનામી અરજીના આધારે દાહોદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જેલમાં તપાસ શરૂ કરી હતી. જેલમાં લાંચના કેસમાં મામલતદાર, ઇન્કમટેક્સ ઓફિસર સહિતના કેદીઓ સજા ભોગવી રહ્યા છે. ત્યારે કલેકટર, પ્રિન્સિપાલ જજ, એસપી સહિતના અધિકારીઓ દ્વારા તપાસમાં બિન અધિકૃત વસ્તુઓ મળતા તર્ક વિતર્ક શરૂ થયા છે.

(12:03 am IST)