ગુજરાત
News of Sunday, 18th October 2020

અંબાજી મંદિરના ચાચરચોક માં 1008 દીવડા પ્રગટાવ્યા : 1008 દીવડાનો ગરબો કોરાવ્યો

માતાજી ની આરતી ચાચરચોકમાં કરીને નવરાત્રી મનાવશે.

અંબાજી : નવરાત્રીના પ્રથમ નોરતે કોરોનાની મહામારીના કારણે રાજ્યભરના મંદિરોમાં તેમજ પાર્ટીપ્લોટો ખેલૈયા વગર સુમસામ જોવા મળી રહ્યા હતા આજે પણ યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના ચાચરચોકમાં 70 વર્ષ થી ગરબાનું આયોજન કરતું નવયુવક પ્રગતિ મંડળએ આ વખતે ભલે ગરબા ઉપર પ્રતિબંધ લાગ્યો હોય પણ આયોજક મંડળ ના સભ્યો દ્વારા માતાજીના ચાચરચોકમાં માતાજી ની આરતી કરી ગરબા નું કરવઠું પૂર્ણ કર્યું હતું આજે અમ્ બાજી મંદિરના ચાચરચોકમાં ગાયના છાણ માંથી બનાવેલા 1008 દીવડામાં ગાયના શુદ્ધ ઘી ના દીવડા પ્રગટાવી 1008 દીવડા નો ગરબો કોરાવ્યો હતો ને આયોજક મંડળ ના સભ્યો દ્વારા ચાચરચોક માં સોશ્યિલ ડિસ્ટન્સ માં બેસી ને માતાજી ની ધૂન બોલાવી હતી ને આજે આ રીતે નોરતા ના પ્રથમ રાત્રી નું સાદગી પૂર્ણ મહોત્સવ મનાવ્યો હતો ને આજરીતે બાકી ના 8 રાત્રી એ માતાજી ની આરતી ચાચરચોકમાં કરી ને નવરાત્રી મનાવશે.

(11:19 pm IST)