News of Friday, 18th October 2019
મહારાષ્ટ્રમાં ભાજપનો પ્રચાર કરતા ડો. તેજશ્રીબેન પટેલ
રાજકોટ, તા. ૧૮ :. ભાજપના મહિલા અગ્રણી વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ પ્રદેશ ભાજપે સોંપેલી જવાબદારીના ભાગરૂપે મહારાષ્ટ્રમાં વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં ગયા હતા. તેમણે મુંબઈના મીરા રોડ પર ગુજરાતી જૈન સમાજ આયોજીત સ્નેહ મિલનમાં હાજરી આપેલ. ભાયંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર નરેન્દ્રભાઈ મહેતાને જીતાડવા તેમણે અપીલ કરેલ. ઝાલાવાડી જૈન સમાજ દ્વારા તેજશ્રીબેન તેમજ પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીનું સન્માન કરવામાં આવ્યુ હતું. બન્નેએ ભાજપની વિકાસ આધારીત વિચારધારાની વાત લોકો સમક્ષ મુકી હતી.
(3:40 pm IST)