ગુજરાત
News of Friday, 18th October 2019

બનાસકાંઠા જિલ્લામાં ખનીજચોરો સામે તંત્રની તવાઈ : શિહોરી- કાંકરેજ પંથકમાં દરોડો :બે ટ્રક સહીત 40 લાખનો મુદામાલ જપ્ત

ગેરકાયદેસર રેતી ચોરી જગ્યાએ ત્રાટકતાં ભૂમાફિયાઓમાં અફડાતફડી

બનાસકાંઠામાં ગેરકાયદે જમીન સંપત્તિની ચોરી કરનારા તત્વો સામે તંત્રએ તવાઈ બોલાવી છે ખાણ-ખનીજ વિભાગ સક્રીય બની આવા તત્વોને કાયદા વિરુદ્ધ ન જવા પાઠ ભણાવી રહી છે શિહોરી પંથકમાં રેડ કરી 2 ટ્રકો સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તે સાથે 4.20 લાખ દંડ ફટકારતાં ભૂમાફીયાઓ ફફડી ઉઠ્યા છે.

  કાંકરેજ તાલુકાના ઉંબરી કંબોઈ રોડ વિસ્તારમાં ભૂસ્તર વિભાગના સુભાષ જોશીની લાલ આંખને લઈ બનાસકાંઠામાં ભુમાફીયાઓમાં ગભરાહટ ફેલાયેલો છે. જમીની સંપત્તિ ચોરીની બાતમી આધારે રોયલ્ટી ઈન્સ્પેક્ટર શક્તિદાન ગઢવી અને સર્વેયર મેહુલ દવે ટીમ સાથે ત્રણ ટીમો કાંકરેજ તાલુકામાં ચાલી રહેલ ગેરકાયદેસર રેતી ચોરી જગ્યાએ ત્રાટકતાં ભૂમાફિયાઓમાં અફડાતફડી મચી ગઈ હતી. ખાણ-ખનીજની ટીમે બે ટ્રકો કબજે લઈ કુલ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 4.20 દંડ ફટકારતાં ખનીજ ચોરીમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

(2:35 pm IST)