ગુજરાત
News of Thursday, 18th October 2018

ભાજપમાંથી રાજીનામુ આપનારા મહેન્દ્રસિંહ વાઘેલા એનસીપીમાં જોડાઈ તેવી શકાયતા

-ત્રીજા મોરચામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી ચર્ચા

 

અમદાવાદ: થોડા મહિના પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં ગયેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ સાથે છેડો ફાડયો છે ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ છોડી રહેલા મહેન્દ્રસિંહવાઘેલા એનસીપી સાથે જોડાઈ શકે છે.

   જાણકારોના માનવા મુજબ 2019 ની લોકસભા ચૂંટણીમાં ત્રીજો મોરચો આકાર લઈ રહ્યો છે જેમાં શંકરસિંહ વાઘેલા મહત્વની ભૂમિકા બ ભજવનાર છે ત્યારે શંકરસિંહ વાઘેલા પોતાના પુત્ર મહેન્દ્ર સિંહને ભાજપમાથી રાજીનામું અપાવી એમને એનસીપીમાં સામેલ કરવાનો નિર્ણય કરે તેવી શક્યતા છે.

(11:45 pm IST)