ગુજરાત
News of Thursday, 18th October 2018

‘‘જીવનસાથી પસંદગી મેળો'': હાઇલી એજ્‍યુકેટેડ લોહાણા ઉમેદવારો માટે ૨૯ ઓકટો.ના રોજ અમદાવાદ મુકામે આયોજનઃ રજીસ્‍ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૨૦ ઓકટો ૨૦૧૮

અમદાવાદઃ શિક્ષિત સંતાન માટે યોગ્‍ય જીવનસાથી પાત્રો મેળવવાની સમસ્‍યાના નિરાકરણ માટે લોહાણા ઇન્‍ટરનેશનલ કોમ્‍યુનીટી સંચાલીત લોહાણા લગ્ન-સગાઇ કેન્‍દ્રના ઉપક્રમે ૨૯ ઓકટો. ૨૦૧૮ના રોજ જીવનસાથી પસંદગી માટેનો ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ (પસંદગી મેળો) રાખવામાં આવ્‍યો છે.

હાઇલી એજ્‍યુકેટેડ (ડોકટર/ સી.એ/એન્‍જીનીયર/એમ.બી.એ./ એન.આર.આઇ.લગ્ન ઇચ્‍છુક ઉમેદવારો ફોર્મ્‍સ ‘‘લોહાણા લગ્ન-સગાઇ કેન્‍દ્ર,એ વિંગ, ૪૧૨, મરડીયા પ્‍લાઝા, એસોસિએટ પેટ્રોલ પંપ પાસે સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતેથી બપોરે ૧૨ વાગ્‍યાથી ૫ વાગ્‍યા સુધીમાં મેળવી લેવા. રજીસ્‍ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૨૦ ઓકટો ૨૦૧૮ છે. પહેલા તે પહેલા ધોરણે રજીસ્‍ટ્રેશન કરવામાં આવશે.

વધુ વિગત માટે શ્રી કિશોર ઠકકર મો.૯૯૦૪૦ ૩૫૦૫૧, ૯૩૨૭૬ ૨૮૭૭૩ દ્વારા સંપર્ક સાધવા કન્‍વીનર શ્રી કિશોર ઠકકરની યાદીમાં જણાવાયું છે. 

 

(9:49 pm IST)