ગુજરાત
News of Thursday, 18th October 2018

સુરતમાં અગમ્યકારણોસર આશાસ્પદ યુવાને આપઘાત કરતા ચકચાર

સુરત: શહેરમાં એક આશાસ્પદ વિદ્યાર્થીએ બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ ઘટના અંગે હૃદયને હચમચાવી નાખતા સીસીટીવી પણ સામે આવ્યા છે. સુરતના વેડ ગુરુકુલ રોડ પર આવેલા ભગત નગરની સામે તુલસી રેસીડન્સી ખાતે રહેતો 21 વર્ષીય પાર્થ બાબુ ભાઈ માવાણી ભગવાન મહાવીર કોલેજ માં એમબીએમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

તેના પિતા હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાર્થ છેલ્લા ચારેક મહિનાથી ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી. બુધવારે મળસ્કે ચાર વાગ્યાના અરસામાં પાર્થ એપાર્ટમેન્ટના ટેરેસ પર ગયો હતો અને ત્યાંથી 9માં માળેથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો.

(5:54 pm IST)