ગુજરાત
News of Thursday, 18th October 2018

દાંતીવાડા નજીક ગેગવોરમાં થયેલ ફાયરિંગમાં એકને ગંભીર ઇજા

દાંતીવાડા:રાજસ્થાન અને ગુજરાત સરહદ નજીક રૂપિયાની ભાગ બટાઈમાં ગેંગવોર વચ્ચે થયેલા ફાયરીંગમાં એક યુવકને પીઠના ભાગે ગોળી વાગતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવકની સારવાર કરાવવા મંડારની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

જે વાતની રાજસ્થાન પોલીસને જાણ થતા રેવદરી ડી.વાય.એસ.પી. સહિતનો  પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા. ફાયરીંગમાં ઘાયલ થયેલા યુવક સાથે બે શંકાસ્પદ હોવાનુ માલુમ ડતા તેમને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. તપાસમાં ઝડપાયેલા બંને શંકાસ્પદ યુવકો ગુજરાતના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનુ માલુમ પડતા રાજસ્થાન પોલીસે ગુજરાતની પાંથાવાડા પોલીસને સોંપ્યા હતા.

(5:52 pm IST)