News of Thursday, 18th October 2018
અમદાવાદ: વિદેશના યુવકનો ફોટો બતાવી યુવતીને લગ્નની લાલચ આપનાર વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદ:વિદેશમાં રહેતા યુવકનો ફોટો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મુકીને એક યુવતીને લગ્ન કરવાની લાલચ આપનારા શખ્સ સામે સાયબર ક્રાઈમ સેલમાં ગુનો નોંધાયો છે.
બનાવટી આઈ.ડી.બનાવી આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી : સાયબર ક્રાઈમ સેલએ ગુનો નોંધી તપાસ આદરી આ બનાવની વિગત મુજબ પ્રશાંત પંડયા નામના શખ્સે ન્યુઝીલેન્ડમાં પત્ની સાથે રહેતા એક યુવકનો ફોટો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોફાઈલમાં મુક્યો હતો.
પ્રશાંત પંડયા નામના આ શખ્સે એક યુવતીને ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ પર વાતચીત કરીને તે અપરણીત હોવાનું અને લંડનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.
(5:51 pm IST)