ગુજરાત
News of Thursday, 18th October 2018

સુરતના ઉન વિસ્તારમાં પૈસાની લાલચ આપી નરાધમ મામાએ 4 વર્ષીય ભાણેજ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

સુરત:ઉન વિસ્તારમાં ચાર વર્ષના બાળકને પૈસા આપવાની લાલચ આપી ઘર પાસેથી ઉઠાવી જઈ દૂરના મામાએ સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. એક સ્થાનિક યુવાનની સતર્કતાથી બાળક ભોગ બનતા બચી ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉન વિસ્તારમાં રહેતો યુવાન નૂર મોહમ્મદ ગત સવારે પપ્મીંગ સ્ટેશન નજીકથી પસાર થતો હતો ત્યારે એક યુવાન ચાર વર્ષીય બાળકને લઈ પમ્પીંગ સ્ટેશન પાછળ ઝાડી ઝાંખરા તરફ જતો નજરે ચઢતાં તેને શંકા ગઈ હતી. તેણે યુવાનને ક્યાં જાય છે ? તેમ પૂછતાં યુવાને પેશાબ કરવા જઈએ છીએ કહ્યું હતું. બંને ગયા બાદ નૂર તેમની પાછળ ગયો ત્યારે ઝાડીમાં યુવાન બાળકના કપડા ઉતારી સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય કરવા તૈયારી કરતા જોવા મળ્યો હતો.

જેથી નૂરે પોલીસને જાણ કરી બૂમાબૂમ કરતા એકત્ર થયેલા લોકટોળાએ યુવાનને ઝડપી સચીન જીઆઈડીસી પોલીસને સોંપી દીધો હતો. પરપ્રાંતીય શ્રમજીવીના ચાર વર્ષીય પુત્રને તેના ઘરની બહારથી પૈસા આપવાના બહાને યુવાન અમરજીત અરવિંદ સીંગ (રાજપૂત)(ઉ.વ.૨૨)(રહે, રૂમ નં.-૭, શ્યામભાઈની ચાલ, અતિક પાર્કની બાજુમાં, ઉનગામ, સુરત. મૂળ રહે, મસાડી, ગોરીચોક, જી.પટના, બિહાર) અપહરણ કરી લાવ્યો હતો. આ બાળક યુવાનની દુરની બહેનનો પુત્ર છે. પોલીસે યુવાનની ધરપકડ કરી વધુ તપાસ પી.આઈ. બી.જી.વસાવા કરી રહ્યાં છે.

(5:48 pm IST)