ગુજરાત
News of Thursday, 18th October 2018

સુરતના વરાછામાં હીરાના કારખાનેદારનું 30 કરોડનું ઉઠમણું થતા લોકોમાં ભીંસ

સુરત:શનિ-રવિ બાદ સોમવારના ઉઘડતાં બજારે નવા-જૂની થતી આવી છે, અને અત્યારે આજ થઈ રહ્યું છે. સુરતના હીરા બજારમાં સોમવારના રોજ બહાર આવેલાં એક લેટેસ્ટ કિસ્સામાં વરાછાનો એક કારખાનેદાર આશરે રૂ.૩૦ કરોડ ચૂકવ્યાં વિના લીસ્ટ બનાવીને ફરાર થઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોને કેટલાં ચૂકવવાના છે અને માલ-મિલ્કત સહિત કેટલી વસ્તુઓ છે  તેનું તેણે લીસ્ટ બનાવ્યું છે. દિવાળી પહેલાં આ વધુ એક ઉઠમણાંના પ્રકરણે સૌને ભીંસમાં લીધાં છે.

હીરાબજારમાંથી મળતી માહિતી પ્રમાણે સોમવારના રોજ વધું એક કારખાનેદાર રફની ખરીદીના અંદાજ ે રુ. ત્રીસેક કરોડ ચૂકવ્યાં વિના અદ્શ્ય થઈ ગયો હોવાનું બહાર આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. રવિવારની રજા અને આગલે દિવસે પાખાં કામકાજોને કારણે કશો ખ્યાલ આવતો નથી. પણ, સોમવારના રોજ ઉઘડતાં બજારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

(5:47 pm IST)