બોરસદના કઠાણામાં નજીવી બાબતે એકને લાફો મારી શખ્સે કાનનો પડદો તોડી નાખતા સારવાર અર્થે ખસેડાયો
બોરસદ:તાલુકાના કઠાણા બરેલી ક્યારીમાં મેલાભાઈ જીકભાઈ સોલંકીના ઘર આગળ રોડ ઉપર ખોટુ ઘર બતાવવાની બાબતે એકને લાફો મારીને કાનનો પડદો તોડી નાંખતા આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર કઠાણા ચબુતરી પાસે રહેતા શંકરભાઈ પ્રતાપભાઈ સોલંકીએ સર્વેયર વિજયભાઈને લાલજીભાઈનું ખોટુ ઘર બતાવતા કનુભાઈ હિંમતસિંહ સોલંકીએ સર્વેયરને જાણ કરી હતી. જેથી શંકરભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને જણા કાન ઉપર જોરથી લાફો મારી દીધો હતો.
બીજો લાફો ડાબા ગાલ ઉપર મારીને તેમજ પેટના ભાગે મારીને શર્ટનું ખીસ્સુ ફાડી નાંખતા મોબાઈલ પણ નીચે પડી ગયો હતો. ત્યારબાદ ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. જે તે વખતે સોજીત્રા પોલીસે પનોકો દાખલ કરી હતી પરંતુ સારવાર દરમ્યાન કાનનો પડદો તૂટી ગયાનું સર્ટિફિકેટ આવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.