ગુજરાત
News of Thursday, 18th October 2018

નડિયાદના પીજ રોડ પર કારે એક્ટીવાને હડફેટે લેતા બેને ગંભીર ઇજા

નડિયાદ: પીજ રોડ ઉપર રહેતા હિમાંશુભાઈ મનુભાઈ પટેલ ગત તા. ૧૫-૧૦-૨૦૧૮ના રોજ એક્ટિવા નં. જીજે ૦૭ ટીસી ૦૧૨૩ ઉપર કલ્પેશભાઈને બેસાડી નડિયાદ સરદાર ભવન સામે ઓવરબ્રીજ પુલથી જઈ રહ્યા હતા ત્યારે બ્રીજના વળાંક ઉપર સામેથી પૂર ઝડપે આવેલ એસેન્ટ કાર નં. જીજે ૦૭ બીબી ૨૮૦૭ એક્ટિવા સાથે અથડાતા એક્ટિવા ચાલક હિમાંશુભાઈ પટેલ તથા કલ્પેશભાઈને ઈજા થઈ હતી.
આ બનાવ અંગે હિમાંશુભાઈ મનુભાઈ પટેલની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:44 pm IST)