ગુજરાત
News of Thursday, 18th October 2018

જીએમડીસી મેદાનમાં લાઠીચાર્જ કેસમાં સાક્ષી તરીકે હાર્દિકને કોર્ટમાં હાજર રહેવા દિલીપ સાબવાની સલાહ

અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન સમિતિના સંગઠન પ્રભારી દિલીપ સાબવાએ કન્વીનર હાર્દિક પટેલને સલાહ આપી કે તે કોર્ટમાં સાક્ષી તરીકે હાજર થાય.

 દિલીપ સાબવાએ કહ્યું કે 25 ઓગસ્ટ 2015ના દિવસે અમદાવાદ જીએમડીસી મેદાનમાં થયેલા લાઠીચાર્જ કેસમાં પાટીદાર સમાજ દ્વારા જે કેસ દાખલ કરાયો હતો તેમાં સાક્ષીની જરૂર છે અને કોર્ટ તરફથી સાત વખત હાર્દિકના નામનું સમન્સ નીકળ્યું છે. પરંતુ હાર્દિક હજુ સુધી તે માટે હાજર થયો નથી

 દિલીપ સાબવાએ હાર્દિકને કહ્યું કે સાક્ષી તરીકે તેનું નિવેદન કોર્ટમાં નોંધાશે તો આવનારા 100 વર્ષ સુધી કોઈ અધિકારી ખેડૂત અને સામાન્ય પ્રજા પર લાઠીચાર્જ નહીં કરે.

(4:28 pm IST)