ગુજરાત
News of Thursday, 18th October 2018

કિંગફિશર રેડલર સાથે ગુજરાતમાં નોન-આલ્કોહોલિક બેવરેજનો પ્રારંભ

અમદાવાદ તા. ૧૮ : યુનાઇટેડ બ્રેવરીઝ લિમિટેડે અમદાવાદ ગુજરાતમાં કિંગફિશર રેડલરના લોન્ચ સાથે નોન-આલ્કોહોલીક બેવરેજમાં પ્રવેશની ઘોષણા કરી છે આ સાથે તે સોફટ ડ્રિન્ડ કેટેગરીમાં નવો આયામ લાવાશે જે એક ૧૦૦ ટકા નેચરલ ડ્રિન્ક છે જેમાં કાર્બોનેટેડ સોફટ ડ્રિન્કસ કરતા ૩૦ ટકા ઓછી સુગર છેતેની દરેક ચુસ્કીમાં ફ્રેશ બેલી માલ્ટ્સ અને નેચરલ લેમન જયુસનું યોગ્ય મિશ્રણ છે

કિંગફિશર રેડલર આ સાથે યુલીએલ પ્રોડકટ પોર્ટ ફોલિયોમાં વધુ એક મોટુ સિમાચિન્હ તરીકે એની અન્ય બ્રાન્ડ જેમ કે કિંગફિશર સ્ટોર્મ અને સેમ્સટેલની સફળ રજુઆત પછી સ્થાપિત થશે જેના કારણે વિવિધ કન્ઝયુમર સોગમેન્ટ્સ નેની ક્ષમતાને વધુ મજબુત કરશે.

આ અંગે યુનાઇટેડ બ્રેવરીઝ લિમિટેડના ચીફ ન્યુ બિઝનેશ ઓફીસર રમેશ વિશ્વનાથને કહયું હતું. 'યુનાઇટેડ બ્રેવરીકે તેનો પ્રોડકટ પ્રોર્ટફોલિયો વિસ્તારિત કર્યો છે અને નવી ગ્રાહકો અને નવા કન્ઝયુશનને તે ધ્યાનમાં લેશે આ પ્રોડકટ કેટેગરી માલ્ટ આધારિત નોન-આલ્કોહોલિક બ્રેવરેજ છે જે યુરોપમાં ઝડપથી વિકસી રહી છે અને અમે ભારતમાં તેનો પ્રારંભ કરી રહ્યા છીએ આ પ્રોડકટ સોફટ ડ્રિન્કસનું વેચાણ કરતા તમામ આઉટલેટસમાં અમારા નોન-આલ્કોહોલિક લેવરેજિસના નવા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સાથે ઉપલબ્ધ થશે બ્રાન્ડનું ૩૬૦ ડિગ્રી કમ્યુનિકેશન પણ શરૂ થશે જેમાં કિંગફિશરની ઐતિહાસીક એન્ટ્રી નોન-આલ્કોહોલ મોમેન્ટસ અને સેટિંગ્સમાં દર્શાવાશે ખાસ કરીને તેમાં હળવી ટીપ કમર્શિયલ્સ ટોચ પર રહેશે જે ફ્રેશનેસમાં વધારો કરશે કિંગફિશર રેડલર ત્રણ રિફ્રેશીંગ ફલેવર્સ લેમન-જિંજર લાઇમ અને મિન્ટ લાઇમમાં ઉપલબ્ધ થશે આ પ્રોડકટ બે કલાસિક ફોર્મેટ ૩૦૦ એમએલ કેન તથા ૩૦૦ એમએલ ગ્લાસ બોટલમાં ઉપલબ્ધ થશે.

(3:54 pm IST)