ગુજરાત
News of Thursday, 18th October 2018

વડોદરાના સાહસિક યુવાન દ્વારા દ્વારકાથી દીવ સુધી સ્પોટર્સ હોડી દ્વારા સફર

દ્વારકા તા.૧૮ : બહુ વર્ષો જૂની દ્વારકાની ભગવાન શ્રી કૃષ્ણની નગરીના દ્વાર સમાન સમુદ્ર કિનારે દ્વારકાથી પોરબંદર ઓખા બેટ દ્વારકા અને કચ્છ માંડવી બંદર સુધી શોખ ખાતર નાનકડા હોડકામાં બેસીને દરિયો ખેડી ને આજે વર્ષો બાદ ગઇ કાલે વડોદરાના સાહસિક યુવાન દેવાંગ ભુપેન્દ્રભાઇ દ્વારકાથી દિવ સુધીના સમુદ્રમાં વોટર સ્પોર્ટની હોડીના માધ્યમથી સફરે ઉપડી ગયેલ હતા.

દ્વારકાથી અરબી સમુદ્રમાં દીવ સુધી સફર કરનાર દેવાંગભાઇએ જણાવ્યુ હતુ કે તેઓએ અગાઉ નર્મદા મહાસાગર અને ગંગા નદીમાં આ એક લકડી હોડી જેને વર્તમાનમાં વોટર સ્પોર્ટ બાઇક કહેવામાં આવે છે. જે માત્ર બંને પગના હલેસા દ્વારા ચલાવી શકાય છે. આ અતિ જોખમી હોડીમાં દ્વારકાથી દિવ સુધીની ૩૨૫ કીમીની લાંબી સફર ખેડવા ગઇ કાલે ગોમતી કિનારે આવેલ. સંગમ નારાયણ મંદિર પાસેથી સમુદ્ર સફર માટે રવાના થયેલ છે.(૪૫.૪)

(11:42 am IST)