ગુજરાત
News of Thursday, 18th October 2018

વડોદરા :કેન્સરના દર્દીઓની સારવાર અને મદદ માટે ફંડ એકત્ર કરવા HCG ફાઉન્ડેશન દ્વારા' રાત્રી આફ્ટર નવરાત્રી;નું આયોજન

વડોદરા :વડોદરાની HCG ફાઉન્ડેશન દ્વારા કેન્સરના દર્દીઓની સારવાર અને મદદ કરવા માટે આગામી 19મીએ અકોટા સ્ટેડિયમમાં ;રાત્રી આફટર નવરાત્રી નું આયોજન કરાયું છે

  રાત્રી આફટર નવરાત્રી કાર્યક્રમ દ્વારા કેન્સરના દર્દીઓ માટે ફાળો એકત્ર કરાશે અને તે જરૂરિયાતમંદ દર્દીઓની મફતમાં સારવાર માટે ખર્ચાશે

   HCG કેન્સર સેન્ટરના ડિરેક્ટર ડો,રાજીવ ભટ્ટએ જણાવ્યું હતું કે કેન્સરનુ પ્રમાણ વધી રહયું છે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ બાહ્યજનક રીતે વધી રહ્યું છે બાળકોમાં પણ કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે ગતવર્ષથી નવરાત્રીના વિશેષ ગરબાનું આયોજન કરી છીએ ગતવર્ષે જરૂરિયાતમંદ 4 હજાર દર્દીઓ માટે 12 લાખનું ફંડ એકત્રિત કરાયું હતું જયારે આ વર્ષે 5 હજાર દર્દીઓ માટે ફંડ એકત્રિત કરાશે

(8:57 am IST)