ગુજરાત
News of Thursday, 18th October 2018

વાલિયાની ડેહલી ચોક્ડી નજીકમાં ટ્રકમાં એકાએક આગ ભભૂકતા દોડધામ :ચાલક કૂદીને બાહર

કપચીનો ભુકો ભરીને વાડી ગામ તરફથી વાલિયાતરફ આવતા ટ્રકમાં આગ લાગી

વાલિયાની ડેહલી ચોક્ડી નજીકમાં ટ્રકમાં એકાએક આગ ભભૂકતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની મળતી માહિતી અનુસાર એક ટ્રક ચાલક ટ્રકમાં કપચીનો ભુકો ભરીને વાડી ગામ તરફથી વાલિયા ગામ બાજુ આવી રહ્યો હતો. દરમિયાન વાલિયાની ડહેલી ચોકડી પાસે અચાનક ટ્રકમાં આગ લાગતા ઘુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. જો કે ટ્રક ચાલક સમય સુચકતા વાપરી ફુદી પડયો હતો.

આગને પગલે રાહદારીઓએ ઝઘડિયા GIDC ફાયર વિભાગ અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ફાયર વિભાગને જાણ કરી હતી. જેને કારણે બંને ફાયર વિભાગની ટીમના ફાયરફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મહામહેનતે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

(8:45 pm IST)