ગુજરાત
News of Friday, 18th September 2020

રાજપીપળા નજીકની વિરપોર ચોકડી પાસે અકસ્માતમાં આધેડ મહિલાનું ઘટના સ્થળે મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીક આવેલી વિરપોર ચોકડી પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન બેફિકરાઇ અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક અજાણી સ્ત્રી (ઉ.વ.૫૫ થી ૬0 ) ને ટક્કર મારી અકસ્માત કરી હાથે પગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેનું સ્થળ ઉપર મોત નિપજાવવી પોતાનું વાહન લઈ નાસી ગયો હતો. 

 આ બાબતની જાણ મહેશભાઇ ભયલાલ ભાઇ વસાવા (રહે. વિરપોર,તા.નાદોદ જી.નર્મદા) એ પોલીસને કરતા આમલેથા પોલીસે  અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(3:39 pm IST)