ગુજરાત
News of Friday, 18th September 2020

કોરોનાકાળમાં મેડિકલ ઓકિસજનના ભાવમાં ૨૯૪ ટકાનો વધારો : રૂ.૧૭ ના ૫૦ થી વધુ થયા

અમદાવાદ : કોરોનાની મહામારીમાં ઓકિસજનના ભાવ આસમાને પહોંચી ગયા છે. મજબૂરીમાં પણ ઓકિસજનના મોં માંગ્યા ભાવ ચુકવાઈ રહ્યા છે.

કોરોના કાળમાં મેડિકલ ઓકિસજનની વધતી માંગનો ફાયદો ઉઠાવવામાં કોઈ કસર બાકી નથી રખાઈ રહી. મેડિકલ ઓકિસજનના ભાવમાં ૨૯૪ ટકાનો વધારો વસૂલાઈ રહ્યો છે.

રૂ.૧૭ના ભાવે વેચાતો ઓકિસજન રૂ.૫૦ની સપાટીએ પહોંચી ગયો છે. ખાનગી હોસ્પિટલમાં પુરવઠો નહી મળવાનો ભય બતાવી મેડિકલ ઓકિસજન બ્લેકના ભાવમાં વેચાતો હોવાની પણ વાતો વહેતી થઈ છે.

(2:32 pm IST)