ગુજરાત
News of Wednesday, 18th September 2019

યાત્રધામ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધી સંપન્ન :અમદાવાદના સોની પરિવારે લીધો લાભ

મંદીર અને અંબા માતાજીનાં શણગારના સોંના ચાંદીનાં દાગીનાઓને મંદિરનાં પવિત્રજળથી ધોવાયા

 

અંબાજી : યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલાં ભાદરવી પુનમનાં મેળાં બાદ  અંબાજી મંદિરની 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલન વિધી પુર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધી ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 268 વર્ષથી વિધી સાથે સંકળાયેલાં છે. વિધીમાં અંબાજી મંદિર પરીસરને પાણીથી ધોવામાં આવે છે.

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજી મેળા બાદ મંગળવારે મંદીરને પવિત્રજળથી ધોવાની પ્રક્ષાલન વિધી પુર્ણ કરવામાં આવી છે. અંબા માતાજીનાં શણગારના સોંના ચાંદીનાં દાગીનાઓને મંદિરનાં પવિત્રજળથી ધોવામાં આવે છે. એટલું નહીં દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારાનાં બદલે પાંચ ગ્રામ સોનાનું તક્તુ માતાજીને થાળમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળીનાં હારનાં નામે માતાજીને પહેરાવવામાં આવે છે.

  ભાદરવી પુનમનાં મેળાં દરમ્યાન લાખ્ખો પદયાત્રીઓ આવતાં હોય છે. યાત્રીકોની રસ્તામાં કોઇ પવિત્રતાં જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધી કરવામાં આવે છે.

(9:03 am IST)