News of Tuesday, 18th September 2018
છોટાઉદેપુરના સાતેક તાલુકાના 1800 ખેડૂતોના શેરડીના 12 કરોડ ચૂકવવા દાયકાથી બાકી:ગાંધી જયંતિએ બોડેલીમાં પ્રતીક ઉપવાસ
છોટાઉદેપુર:સરદાર સુગર ફેક્ટરીમાં સન 2007 -2008થી આ વિસ્તારના સાતેક તાલુકાના અઢારસો જેટલા ખેડૂતોએ આપેલી તેમની શેરડીના લગભગ ૧૨ કરોડ જેટલા નાણાં ચૂકવવાના બાકી રહી ગયાં જે આજે દસ દસ વર્ષ પૂર્ણ થવા છતાં પણ બાકી હોય આ ખેડૂતોની બનેલી ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આગામી ગાંધી જયંતીના દિવસે બોડેલી પ્રાંત કચેરી, સેવાસદન સામે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કરી 10 ઓક્ટોબર સુધી કોઈ નિરાકરણ ન આવે તો ફરીથી છોટાઉદેપુર કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન કરવાનો ઠરાવ પસાર કર્યો હતો
(12:29 am IST)