ગુજરાત
News of Thursday, 18th August 2022

યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સાણંદ યુનિટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાણંદ શાખા દ્વારા ટ્રેકિંગ પ્રોગ્રામ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સાણંદ યુનિટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાણંદ શાખા ના સંયુક્ત ઉપક્રમે હર ગંગેશ્વર મહાદેવ, સાંકળેશ્ચરીમાતા ડુંગર અને સેમ્બલપાણી ધોધનો એક દિવસીય ટ્રેકિંગ પ્રોગ્રામ ૫૬ સભ્યો સાથે થયો હતો. ચાલુ વરસાદે કુદરતના સાનિધ્યમાં રીયલ ટ્રેકિંગનો બધાયે ખૂબ આનંદ લીધો હતો સાથે સાથે સેમ્બલ પાણીના પારેવા ધોધમાં નાહવાની મજા માણી હતી આ પ્રોગ્રામ ડાયરેકટર તરીકે યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સાણંદ યુનિટના કારોબારી સભ્ય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાણંદના યોગ કોચ ખુશાલીબેન પટેલની સેવા  સરાહનીય રહી હતી આ ટ્રેકિંગ કાર્યક્રમને માણવા માટે યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ સાણંદના ચેરમેન મહેન્દ્રભાઈ વૈષ્ણવ,વાઈસ ચેરમેન રાજન ભાટિયા,ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી રણજીતસિંહ મસાણી તથા ભૂતપૂર્વ ચેરમેન અશોકભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાણંદ નગરના ટીમ લીડર ચિરાગભાઈ પટેલ,લાયન્સ ક્લબ ઓફ 3232b1ના ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ ડાયરેકટર સાણંદ લાયન્સ કલબના અને યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, સાણંદના સભ્ય દિલાવરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા અને સૌ લોકોએ મોજ મસ્તી સાથે આનંદ માણ્યો હતો પકૃતિના ખોળે મજા લીધી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(7:33 pm IST)