ગુજરાત
News of Thursday, 18th August 2022

વડોદરા જિલ્લામાં ઇકોકારમાંથી સાયલેન્સરની ચોરી કરનાર ગઠિયાને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

વડોદરા: જિલ્લામાં કરજણ અને પોર પાસે ઇકો ગાડીના સાયલેન્સર સહિતની વસ્તુઓની ચોરીઓ વચ્ચે પોર પાસેથી થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા ગોધરાના રીઢા આરોપીને જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે. ઉલ્લેખનીય છે કે પોર પાસે એ પ્લસ ઓટો કેર નામના ગેરેજમાં સમારકામ માટે આવેલી ઇકો ગાડીમાંથી સાયલેન્સર તથા મારુતી બલેનો કારમાંથી ઇસીએમ અને ફ્યૂઝ બોક્સની ચોરી થઇ હતી. આ ચોરીના ગુનામાં મોહંમદહનીફ ઉર્ફે મોહંમદફારુક બોકડા તથા તેના મિત્રો સંડોવાયેલા છે તેવી બાતમી જિલ્લા એલસીબીને મળી હતી અને મોહંમદહનીફ ઉર્ફે મોહંમહફારુક કપુરાઇ પાસે માહી હોટલ પાસે છે તેવી માહિતીના આધારે તેને ત્યાંથી ઝડપી પાડયો હતો. ગોધરામાં કોઠી સ્ટીલરોડ પર રેમાનિયા મસ્જિદ પાછળ વચલા ઓઢામાં રહેતા મોહંમદહનીફની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે ૨૦ દિવસ પહેલાં ગોધરામાં એટલીવાડીમાં રહેતા ફૈસુલ મકસુદ હયાત અને સોહિલ ટીલડી સાથે કારમાં રાત્રે ભરૃચ તરફ ગયા હતા અને ત્યાં ઇકો ગાડીમાંથી ડીવીઆરની ઉઠાંતરી કરી પરત ફરતી વખતે પોર ખાતેના ગેરેજમાંથી ચોરી કરી પરત ગોધરા જતા રહ્યા હતાં અને  બાદમાં ચોરીનો મુદ્દામાલ સોહીલ ટીલડીને સાચવવા આપી દીધો હતો.

(4:28 pm IST)