ગુજરાત
News of Thursday, 18th August 2022

ડીસા-થરાદ ફોર લાઈન હાઈવે પર પાણી ભરાઇ ગયા

લાખણીના મોટાકાપરા અને ગોઢા ગામ પાસે પણ પાણી ભરાયા

બનાસકાંઠા જિલ્લાના ડીસા-થરાદ ફોર લાઈન હાઈવે પર પાણી ભરાઇ ગયા છે. લાખણીના મોટાકાપરા અને ગોઢા ગામ પાસે પણ પાણી ભરાઇ ગયા છે. ઘણા કલાકથી વધુના સમયથી હાઈવે પર પાણી ભરાયેલા છે. નાના વાહન ચાલકો પાણીના કારણે રસ્તામાં અટવાયા હતા. અનેક વાહનો પાણીમાં બંધ પડવાની ઘટના બની હતી

(1:03 am IST)