ગુજરાત
News of Wednesday, 17th July 2019

વડોદરા લક્ષ્મીપુરાના પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા ઝડપાયો

રિમાન્ડ વેળાએ માર નહિ મારવા અને મુખ્ય આરોપી ના બનાવવા લાંચ માંગી હતી

 

વડોદરામાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા રંગે હાથે પકડાયો હતો. પીએસઆઈ ત્રણ મહીનાથી વડોદરામાં ફરજ બજાવે છે. રિમાન્ડ દરમિયાન આરોપીને માર નહિ મારવાના અને મુખ્ય આરોપી બનાવવા માટે પીએસઆઇએ લાંચ માંગી હતી. બાબતે એસીબીએ છટકુ ગોઠવ્યુ હતુ જેમાં પીએસઆઈ રંગે હાથે લાંચ લેતા પકડાયો હતો. પોલિસે આગળ તપાસ હાથ ધરી છે.

 વધુમાં મળતી માહિતી પ્રમાણે ગોરવા પોલીસ સ્ટેશનની પાછળ રહેતા સોહીલ સલિમ રાણાએ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વનરાજસિંહ ચૌહાણ પાસેથી પ્રતિદિન રૂપિયા 2000 ભાડાએ વર્ના કાર 20 દિવસ માટે અને ટાટા ઝેસ્ટ કાર ભાડે લીધી હતી. બે કાર પૈકી ટાટા ઝેસ્ટ કાર સોહીલે સુરતમાં એક વેપારીની ત્યાં ગીરવે મુકી રૂપિયા 1.10 લાખ લીધા હતા. જે કારમાં ટ્રાવેલ્સ સંચાલકે લગાવેલી જી.પી.એસ. સિસ્ટમના આધારે શોધી કાઢી હતી. અને સુરત પોલીસની મદદથી પરત લીધી હતી. પરંતુ, વર્ના કાર પરત મળી હતી. આથી તેઓએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં સોહિલ સલિમ રાણા સામે ફરિયાદ નોંધાવી હતી.

  ગુનાની તપાસ લક્ષ્મીપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. .આર. છોવાળા કરી રહ્યા હતા. ગુનામાં સલીમ રાણા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. આરોપી રાણા બંધુઓના અન્ય એક ભાઇ પી.એસ.આઇ.ને મળ્યા હતા. બે આરોપી ભાઇઓ માટે મદદરૂપ થવા વિનંતી કરી હતી. જે બાબતે પી.એસ.આઇ. .આર. છોવાળાએ ભાઇઓના રિમાન્ડ લેવા અને તેઓને મુખ્ય આરોપી બનાવવા માટે રૂપિયા 35000 લાંચની માંગણી કરી હતી. અને રૂપિયા 35,000 આરોપીઓને આપી દેવા માટે જણાવ્યું હતું.

છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા રાણા બંધુનો અન્ય ભાઇ લાંચ આપવા માંગતો હતો. આથી તેઓએ પી.એસ.આઇ. .આર. છોવાળા સાથે મોબાઇલ ઉપર થયેલી વાતચિતના કરેલ રેકોર્ડીંગ સાથે .સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. .સી.બી. પી.આઇ. એસ.પી. કહારે અંગે ઝીણવટભરી તપાસ કરી પી.એસ.આઇ. .આર. છોવાળાની આજે રૂપિયા 35 હજાર માંગવાના ગુનામાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(12:37 am IST)