ગુજરાત
News of Wednesday, 17th July 2019

વાવના રાછેણા ગામમાં ખેતીની જમીન બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું ; વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો .

 

બનાસકાંઠાના વાવ તાલુકાનાના રાછેણા ગામમાં પ્રજાપતિ સમાજના બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. ખેતીની જમીન બાબતે ટોળાં સામસામે આવી ગયા હતા. એક પરિવારના બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો થતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે.

 માથાકૂટ બાદ વાત વણસી જતા કેટલાક ઈસમો ઉગ્ર બની ગયા હતા. ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વાવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  અંગે વધુમાં મળતી વિગત મુજબ ગામના પ્રજાપતિ માંનાભાઈ પાતાભાઈ (.૭ર) તેમના પરિવારજનો સાથે પોતાના ખેતરમાં "વાઢિયો" બનાવીને રહે છે. પ્રજાપતિ માંનાભાઈ અને તેમના પત્ની કુંવરીબેન પ્રજાપતિ ખેતરમાં એકલા હતા. ત્યારે તેમના પિતરાઈ ભાઈઓ વચ્ચે ખેતરની જમીનની માપણીના મુદ્દે વિવાદ ચાલતો હોઈ તેમના પિતરાઈભાઈઓ તેમની પત્નીઓ સહીત તમામ પરિવાર એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ટ્રેક્ટરમાં તિક્ષણ હથિયાર વડે માંનાભાઈ પ્રજાપતિના ખેતરમાં ઘૂસી આવી માંનાભાઈ પ્રજાપતિ અને કુવરીબેન પ્રજાપતિ ઉપર માથાના ભાગે જીવલેણ હુમલો કરતાં બંને વૃધ્ધ દંપતિ બેહોશ થઈ લોહી લુહાણ હાલતમાં બૂમ-બરાળા કરતા ખેતર પાસે રહેતા લોકોએ બચાવી લીધા હતા બાદમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધ દંપતિને તાત્કાલિક ૧૦૮ મારફત વાવ ખાતેની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેમની પરિÂસ્થતિ ગંભીર જણાતા તેમને થરાદ ખાતેની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત વૃધ્ધ દંપતિના પુત્ર દશરથભાઈ માંનાભાઈ પ્રજાપતિ વિરૂધ્ધ વાવ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપેલ છે. જે સંદર્ભે વાવ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(12:16 am IST)