ગુજરાત
News of Thursday, 18th July 2019

હિંમતનગર:ખેડૂતોનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ માટે વેચાણનો પર્દાફાશ: 620 બેગ ખાતર ઝડપાયુ

ખેડૂતોનું 266 રૂપિયાનું ખાતર 1200માં બારોબાર વેચાણ

હિંમતનગરમાં ખેડૂતોના હકનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વેચાતું હોવાનો પર્દાફાશ થયો છે. જ્યારે પીપલોદી ગામ પાસેથી 620 બેગ ખાતર ઝડપાયુ છે.

ખેડૂતોને સબસીડીમાં મળતુ રૂપિયા 266નુ ખાતર રૂપિયા 1 હજાર 200મા બારોબાર વેચવામાં આવી રહ્યુ હતુ. કોઇને શંકા ન જાય તે માટે સરકારી બેગોમાથી ખાતર કાઢી અન્ય બેગોમાં ભરવામા આવતુ હતુ..ખેતીવાડી વિભાગે દરોડા પાડી ખાતરનો કબ્જો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:38 pm IST)