પાલનપુર નજીક ટ્રક કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક મોતને ભેટ્યો : 3ને ગંભીર ઇજા
પાલનપુર: નજીક જોડનાપરાના પાટીયા પાસે કાર અને ડમ્પર સાથે અકસ્માત સર્જાતા હાલોલના જૈન પરિવારના ચાર ઈસમોને ઈજા થતા પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં એક વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી.
મુળ ડીસાના અને વર્ષોથી હાલોલ ધંધાકીય અર્થે રહેતુ જૈન પરિવાર વતન ભડથ ગામ ખાતે ચાર્તુમાસનો ઉત્સવમાં હાજરી આપવા કાર લઈને નીકળેલા માર્ગમાં પાલનપુર નજીક જોડનાપરા અને દેવપુરાના પાટીયા નજીક પુરઝડપે આવતી ટ્રકની સાથે ધડાકાભેર અકસ્માત થતા કારનો ખુરદો બોલી ગયો હતો. આ ગાડીમાં બેઠેલા જયંતીભાઈ લક્ષ્મીચંદ શાહ, ઉ.વ.પ૧ નું મોત નિપજયુ હતુ. અન્ય લલીતાબેન જયંતીલાલ શાહ, પુજાબેન આશિષભાઈ શાહ અને આશિષભાઈ જયંતીભાઈ શાહને ગંભર ઈજા પહોચતા તેને પાલનપુર સીવીલમાં સારવાર માટે લાવ્યા હતા. જયાથી વધુ સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જયંતીભાઈ શાહના મૃતદેહને પોલીસે પી.એમ. માટે ખસેડયો હતો. આ બનાવ અંગે ફરીયાદની તજવીજ હાથ ધરાઈ હતી.