મહેસાણાના યુવાનની અઘટિત માંગણીથી કંટાળી યુવતીએ હાથમાં બ્લેડ મારી
મહેસાણા:ના યુવાન દ્વારા પોતાની સાથે સબંધો રાખવા વારંવાર અઘટીત માંગણીઓ કરવામાં આવતા એક સગીરાએ કંટાળીને પોતાના ડાબા હાથ ઉપર બ્લેડો મારી ઈજાઓ પહોંચાડતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી ચામુંડાનગર સોસાયટીમાં રહેતો કલ્પેશસિહ ચંદનસીહ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વસવાટ કરતા એક પરિવારની ૧૬ વર્ષીય સગીરાને પોતાની સાથે સબંધો રાખવા અઘટીત માંગણી કરી જાતીય સતામણી કરતો હતો. વળી, જો સબંધો નહી રાખે તો સગીરાનું અને તેના મા-બાપને મારી નાખવાની ધમકીઓ આપી હતી. છેવટે કંટાળેલી સગીરાએ પોતાના ડાબા હાથ ઉપર બ્લેડ મારીને ઈજાઓ પહોચાડી હતી. આ ઘટના અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઈ હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેની તપાસ પી.આઈ. પી.એસ. પરમારે વધુ તપાસ હાથ ધરી છે.