ગુજરાત
News of Wednesday, 18th July 2018

ભરૂચના ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદના કારણે મકાન ધરાશાયી થતા ચાર લોકો દટાયા

ભરૂચ:ના ફાટા તળાવ વિસ્તારમાં મળસ્કે એક બે માળનું મકાન ધરાશાયી થતા તેની નીચે ચાર લોકો દબાયા હતા. જેમાંથી એક યુવતીનું મોત નીપજ્યું

ભરૂચ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. અત્યાર સુધીમાં મોસમનો 49 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે ત્યારે ભારે વરસાદના કારણે અનેક ઇમારતોને વ્યાપક નુકસાન પહોચ્યું છે. તેમાં પણ ખાસ કરીને જુના ભરૂચ વિસ્તારમાં આવેલ ઇમારતો કે જે વર્ષો જૂની છે તે જર્જરિત થઇ હતી.

ભરૂચના ફાંટા તળાવ વિસ્તારમાં આવેલ બે માળનું એક જૂનું મકાન આજે મળસ્કે અચાનક ધરાશાયી થયું હતું. આ મકાનમાં 4 વ્યક્તિઓ હતા જેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. બનાવની જાણ થતા જ નગરપાલિકાની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂની કામગીરી આરંભી હતી.

સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરી મકાન નીચે દબાયેલ ચાર પૈકી 3 લોકોને બચાવી લેવાયા હતા. જયારે એક 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું

(4:50 pm IST)