News of Wednesday, 18th July 2018
નર્મદા ડેમની આજની સપાટી ૧૧૧.ર૪ મીટર દર બે કલાકે ૧ સે.મી. નવી સપાટી વધે છે
રાજકોટ, તા. ૧૮ : કેવડીયા કોલોની ખાતેના નર્મદા ડેમની સપાટીમાં ઉપરવાસના વરસાદના કારણે ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે. ગઇકાલે સપાટી ૧૧૧.૧૧ મીટર હતી તે વધીને આજે સવારે ૮ વાગ્યાની સ્થિતિ મુજબ ૧૧૧.ર૪ મીટરે પહોંચી છે. આજે દર બે કલાકે ડેમની જળ સપાટીમાં ૧ સે.મી.ના વધારાનું પ્રમાણ છે. (૮.૬)
(11:50 am IST)