ગુજરાત
News of Friday, 18th June 2021

કુંવરપરા ગામમાં કોઈક કારણોસર મહિલાના ઘરમાં ઘૂસી 4 વ્યક્તિઓને માર મારનાર 4 સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના કુંવરપરા ગામમાં કોઈક કારણોસર એક મહિલા ના ઘરમાં ચાર શખ્સોએ આવી ઘરના ચાર વ્યક્તિઓને માર મારતા મહિલાએ રાજપીપળા પોલીસ મથકે ફરિયાદો નોંધાવી છે
  મળતી વિગતો મુજબ રેખાબેન બહાદુરભાઇ વસાવા (રહે - કુવરપરા નવી નગરી તા ,નાંદોદ) એ  આપેલી ફરીયાદ અનુસાર તા.16 જૂને રાત્રે 9.30 વાગે તેઓ પોતાના ધરે હાજર હતા તે વખતે ગામના સતીશભાઇ દેવનભાઇ વસાવા, પરેશભાઇ ધીરજ ભાઈ વસાવા, જીગનેશભાઇ નરેશભાઇ વસાવા તથા આશીષભાઇ ધરમભાઇ વસાવાનાઓ તેમના ઘરે આવી રેખાબેનને, તેમના દીકરા રાફુલભાઇ,દિયરનો છોકરો ધુવેશ ને તથા તેમના પતિને ગેબી માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રાજપીપળા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:29 pm IST)