ગુજરાત
News of Friday, 18th June 2021

રાજપીપળા સંતોસ ચોકડી પાસે દુકાન માંથી વેપારી નો મોબાઈલ ચોરી થતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સંતોસ ચાર રસ્તા નજીક આવેલી દુકાનમાંથી વેપારીનો મોબાઈલ ચોરી થતા ફરીયાદ થઈ છે.
  મળતી માહિતી મુજબ આસીફખાન ફરમનઅલી શેખ (રહે.કસ્બાવાડ વડફળીયા રાજપીપલા) એ આપેલી ફરીયાદ અનુસાર તેઓ સંતોષ ચોકડી ઋતુ હોસ્પિટલની સામે દુકાન ભાડે રાખી બિરયાની ની દુકાન ચલાવતા હતા જેમાં તા.16 જૂન ની રાત્રે 9.45 વાગે તેમનો વિવો કંપની નો એંડ્રોઇડ મોબાઇલ જેની કિ.રૂ૧૦,૦૦૦ હોય જે કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઈ જતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:24 pm IST)