ગુજરાત
News of Friday, 18th June 2021

સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના વ્યવસ્થાપક પ્રભુભાઈ રાજગોરનું થયું નિધન

સામાજિક કાર્યકર બકુલભાઈ રાજગોર, મંતવ્ય ચેનલના પત્રકાર મયુરભાઈ અને જીજ્ઞા રાજગોર જોષીના પિતાશ્રીનું અવસાન

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના વ્યવસ્થાપક પ્રભુભાઈ રાજગોરનું પીઢ વયે નિધન થયું છે. લાંબા સમયથી તેઓ તિથલ રોડ પર આવેલા પ્રસિદ્ધ સિદ્ધેશ્વર મંદિરની જવાબદારીની સાથે પૂજા કરતાં હતાં. ટુંકી માંદગી બાદ શુક્રવારે સવારે 6.30 કલાકે નિધન 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ પોતાની પાછળ ગૌ રક્ષક અને સામાજિક કાર્યકર બકુલભાઈ, પત્રકાર મયુરભાઈ તથા પરિવારને વિલાપ કરતાં છોડી ગયા છે. પ્રભુભાઈના નિધનથી સમગ્ર હાઉસિંગ પરિવાર શોકમગ્ન બન્યો હતો. છેલ્લા 10 માસમાં  કુટુંબના 3 મોભીઓ ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું હતું. પ્રથમ ભચાઉ ખાતે રહેતા તેમના ભાભી મુકતાબેન રાજગોરનું કોરોનાને કારણે નિધન થયું હતું. ત્યારબાદ પ્રભુભાઈના નાનાભાઈ અને કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણી મોહનભાઈ પ્રાગજીભાઈ રાજગોરનું અવસાન થયું હતું. તેમના નિધનથી સમાજ શોકમગ્ન બન્યો હતો. આજે 10 મહિના બાદ પ્રભુભાઇ પણ  ભગવાનના ચરણમાં પહોંચતા પરિવારે છત્રછાયા ગુમાવી હતી.
પરિવાર દ્વારા કોરોનાને પગલે સોમવારે દિનાંક 21 જૂને ટેલિફોનીક બેસણું રાખવામાં આવ્યું છે જયારે  ઉત્તરક્રિયા 28 જૂન, સોમવારે રાખેલ છે.
પ્રભુભાઇનાં જીવન અંગે વાત કરીયે તો તેઓ સાદગીપૂર્ણ રિતે જીવવા ટેવાયેલા હતાં તથા હંમેશા બીજાને મદદ કરવા માટે તત્પર રહેતા. અગાઉ તેઓ વ્યવસાય અર્થે મુંબઈમાં પરિવાર સાથે રહેતા હતાં પરંતુ વર્ષ 1987થી વલસાડને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમનાં પત્ની શાંતાબેન રાજગોર પણ સમગ્ર વિસ્તારમાં પોતાના મિલનસાર સ્વભાવને કારણે પ્રચલિત હતાં અને હાઉસિંગ પરિવારમાં મંદિર સિદ્ધેશ્વર મહાદેવની ભેટ આપતાં ગયાં હતાં. સમાજિક હોય કે અંગત રાજગોર પરિવાર હંમેશા વિસ્તારની પડખે રહ્યો છે.મયૂરભાઇ જોશી 9428379679

(8:43 pm IST)