ગુજરાત
News of Friday, 18th June 2021

આવતીકાલે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇફ્કો દ્વારા ઉત્પાદિત પર્યાવરણ અનુકૂળ નેનો યુરિયા ખાતર- લિક્વિડને વર્ચ્યુઅલી લીલીઝંડી અપાશે

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતીકાલે તા. ૧૯ જૂનના રોજ ઇફ્કો- કલોલ દ્વારા ઉત્પાદિત વિશ્વના પ્રથમ નેનો યુરિયા ખાતર- લિક્વિડને ગાંધીનગરથી વર્ચ્યુઅલી લીલીઝંડી આપવામાં આવશે.
  અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં સૌપ્રથમવાર ઇફ્કો- કલોલ ખાતે નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-NBRCમાં નેનો ફર્ટિલાઇઝર તૈયાર કરવામાં આવ્યું છે.
આવતીકાલે બપોરે ૧૨.૦૦ કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાનાર આ ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ઇફ્કોના વાઇસ ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, ઇફ્કોના MD સહિત અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

(7:10 pm IST)