ગુજરાત
News of Friday, 18th June 2021

વડોદરામાં મોર્નીગ વોકમાં નીકળેલ પરિવારના બંધ મકાનમાં તસ્કરી કરવી ગઠીયાઓને ભારે પડી

વડોદરા: શહેરમાં મોર્નિંગ વોકમાં ગયેલા ગુહસ્થના મકાનને  બંધ મકાન સમજીને  ચોરી કરવા ગયેલી ચોર ત્રિપુટી ફસાઇ ગઇ હતી.અને મકાનમાં હાજર મહિલાએ બૂમાબૂમ કરતા ચોર ત્રિપુટી ભાગી છૂટી હતી.મકાનમાલિકે ફરિયાદ કરવાની ના પાડતા પોલીસે ગુનો દાખલ કર્યો નથી.પરંતુ,સીસીટીવી ફૂટેજના આધારે ચોર ત્રિપુટીની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

મકરપુરા ડેપોની પાછળ આવેલી તુલજાનગર સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ આજે વહેલી સવારે પાંચ વાગ્યે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા.અને તેમની પત્ની બાથરૃમમાં નહાવા ગઇ હતી.જેથી,કલ્પેશભાઇ મકાનને બહારથી તાળુ મારીને ગયા હતા.વહેલી સવારે બંધ મકાન જોઇને ચોરી કરવા બાઇક પર ફરતી ચોર ટોળકીની નજર બંધ મકાન પર પડી  હતી.અને તેઓ ચોરી કરવા મકાનમાં અંદર ઘુસ્યા હતા.તે દરમિયાન તેમના પત્ની બાથરૃમમાંથી બહાર નીકળતા ચોર ત્રિપુટી ભાગી ગઇ હતી.મકાનમાલિકે ફરિયાદ કરવાની ના પાડતા પોલીસે ગુનો દાખલ કર્યો નથી.પરંતુ, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ત્રણ ચોર આવ્યા  હતા.પોલીસે તેના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.પરંતુ,હજીસુધી ચોરની કોઇ ભાળ મળી નથી.

(6:06 pm IST)