ગુજરાત
News of Friday, 18th June 2021

વડોદરા:પંચમહાલ જિલ્લાના આંબલીયા ગામે ઘર આંગણે રમતા બાળક પર ભેંસે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: પંચમહાલ જિલ્લાના આંબલિયા  ગામમાં  રહેતા પરિવારનો છ વર્ષનો બાળક ગત ૧૪ મી તારીખે સાંજે પાંચ વાગ્યે ઘર આંગણે રમતો હતો.તે દરમિયાન તોફાને ચડેલી એક ભેંસે તેના પર હુમલો કરી પેટના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.બાળકને સૌપ્રથમ ગોધરાની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.ત્યાંથી વધુ સારવાર માટે બાળકને ગત તા.૧૬ મી ના રોજ મળસ્કે પોણા ચાર વાગ્યે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં સારવાર  દરમિયાન તા.૧૭  મી ના રોજ સવારે સાડા આઠ વાગ્યે તેનું મોત થયુ છે.

આ બનાવ અંગે કોઇ પોલીસ કાર્યવાહી કરવી નથી.તેવું બાળકના પિતાએ જણાવ્યું હતું.આ બાબતે ગોધરા પોલીસ સ્ટેશનથી બપોરે સવા એક વાગ્યે ઇમેલથી જાણ કરી હતી કે,કોઇ ગુનાઇત કૃત્ય થયુ નથી.અને આ અંગે બાળકના પિતા કોઇ પોલીસ કાર્યવાહી કરવા માંગતા નથી.તેવું કહેતા બાળકનું પી.એમ.કર્યા વગર જ લાશ આપવાનું કહેતા આ અંગે રાવપુરા પોલીસે સયાજી હોસ્પિટલને લેખિતમાં જાણ કરી હતી.

(6:04 pm IST)