વડોદરા નજીક યુવતી સાથે પ્રેમ થઇ જતા પતિએ પત્નીને બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ પોલીસનો સહારો લીધો
વડોદરા: નજીકના ગામમાં પિતાને ત્યાં બંને પુત્રી સાથે આશ્રય લેતી પરિણીતાએ તેનો પતિ ૧૦૮માં ફરજ બજાવતો હતો ત્યારે એક યુવતીના ચક્કરમાં ફસાયા બાદ બંને પુત્રી સાથે કાઢી મૂકી હોવાની ફરિયાદ નોંધાવતા ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.
પરિણીતાએ કહ્યું છે કે,દસ વર્ષ પહેલાં લગ્ન થયા બાદ અમે વડોદરામાં રહેવા આવ્યા હતા.મારા પતિ હરિસિંહ ૧૦૮માં નોકરી કરતા હતા ત્યારે એક યુવતી સાથે પ્રેમમાં પડતાં તેમણે ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું હતું.
પતિને સમજાવતા તેણે ગાળો ભાંડી હતી અને ત્યારબાદ ઘર પણ છોડયું હતું.પરંતુ દાદી ગુજરી જતાં પરત આવ્યો હતો.તું મારા ઘરને શોભે તેવી નથી,તારા બાપે કાંઇ આપ્યું નથી,વંશ આગળ વધારવા માટે પુત્રની જરૃર છે તેવા ઉચ્ચારણો કરી પતિ અને સાસુ એ મારઝૂડ કરી આ વાતની કોઇને પણ જાણ કરીશ તો બંને પુત્રીઓને સળગાવી દઇશ તેવી ધમકી આપી હતી.ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે પતિ,સાસુ અને સસરા સામે ગુનો નોંધ્યો છે.