વડોદરાના દિવાળીપુરા રોડ નજીક એસબીઆઈ બેન્કના એટીએમને નિશાન બનાવી તસ્કરોએ 45 હજારની ઉઠાંતરી કરતા સીસીટીવી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી
વડોદરા:શહેરના દિવાળીપુરા રોડ અને ઇસ્કોન મંદિર રોડ ઉપર આવેલા એસબીઆઇ બેન્કના એટીએમ સેન્ટરને અજાણ્યા તસ્કરોએ ટાર્ગેટ કરી રૂપિયા 45 હજારની કિંમતના ધરાવતા એસી મશીનોની ચોરી કરી નાસી છૂટયા હોવાનો બનાવ ગોત્રી પોલીસ મથકે નોંધાયો છે
વડોદરા શહેરના દિવાળીપુરા રોડ પર આવેલા હેલી એન્કલેવ એપાર્ટમેન્ટમાં એસબીઆઇ બેન્કનું એટીએમ આવેલું છે. ગઈકાલે ત્રાટકેલા તસ્કરો આ એટીએમમાં અંદરની બાજુએ લાગેલું રૂપિયા 15 હજાર ની કિંમત ધરાવતું સ્પ્લિટ એસીની ચોરી કરી નાસી છૂટયા હતા તેવી જ રીતે 10મી મેંના રોજ ઇસ્કોન મંદિર રોડ પર આવેલા પ્રથમ કોમ્પલેક્ષમાં કાર્યરત એસબીઆઈ બેન્કના એટીએમમાં લાગેલું રૂપિયા 30 હજારની કિંમતનું ઇન્ડોર તથા આઉટડોર એસીની ચોરી કરી નાસી છૂટયા હતા આમ એસબીઆઇ બેન્કના એટીએમ સેન્ટરને તસ્કરોએ ટાર્ગેટ કરી રૂપિયા 45 હજારની કિંમતના ધરાવતા એસીની ચોરી કર્યાનો બનાવ ગોત્રી પોલીસ મથકે નોંધાયો છે પોલીસે એટીએમ સેન્ટરના સીસીટીવી ટીવી કૂટેજ મેળવી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે