ગુજરાત
News of Friday, 18th June 2021

ઈડરના રણાસણમાં ચપ્પુની અણીએ રાખી મહિલા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

ઇડર: તાલુકાના રણાસણમાં ચપ્પુની અણીએ ધાક ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાના આક્ષેપ સાથેની એક ફરિયાદ ઇડર પોલીસમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે દુષ્કર્મી ઉપરાંત મદદગારીના આક્ષેપ સહઅન્ય બે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રણાસણ ગામની મહિલા ગત તા.૧૪ની રાત્રે ઘરમાં એકલી સુતી હતી તે વખતે મહિલાની એકલતાનો લાભ લઈ સુરેશભાઈ વાલાભાઈ ભાંભી દુષ્કર્મ ગુજારવાનો ઇરાદે કોઈ પણ રીતે મહિલાના ઘરમાં પ્રવેશ્યો હતો. બાદમાં ફરિયાદમાં કરાયેલ આક્ષેપ મુજબ મહિલાને લાફો મારી બળજબરી કરવા કોશીષ કરી હતી.

જેને કારણે મહિલાએ બુમા-બુમ કરતાં ચપ્પુ બતાવીજાનથી મારી નાખવાની ધમકી આપી જબરજસ્તીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાબતે મહિલાવતી ઠપકો કરવા ગયેલ વ્યક્તિઓને નિતાબેન તથા રવિન્દ્રભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. મહિલાની ઉપરોક્ત આક્ષેપો સાથેની ફરિયાદ બાદ પોલીસે સુરેશભાઈ ઉપરાંત મદદગારીના આક્ષેપ સહ અન્ય બે મળી ત્રણ જણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:57 pm IST)