News of Friday, 18th June 2021
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘરાજાએ હેત વરસાવ્યું : અડધાથી પોણા છ ઈંચ સુધી વરસાદ નોંધાયો
ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદ : નેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘરાજાએ હેત વરસાવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અડધાથી પોણા છ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. કચ્છ અને વડોદરામાં દોઢ ઈંચ પાણી પડયું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
(12:31 pm IST)