ગુજરાત
News of Tuesday, 18th June 2019

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે

ભારે વરસાદને લઇને તંત્ર સાબદુ

અમદાવાદ, તા. ૧૮  : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દિવમાં ભારે વરસાદ થયો છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વરસાદી માહોલ હાલમાં અકબંધ રહી શકે છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. મોનસુન જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

(8:12 pm IST)