ગુજરાત
News of Tuesday, 18th June 2019

અમદાવાદ: ગોમતીપુર સહિતના એક વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ થતા 30 ચાલીઓના લોકોને પીવાના પાણીની અછત સર્જાઈ

અમદાવાદ:ગોમતીપુર અને ખોખરા વોર્ડને પીવાનું પાણી પુરૂ પાડતી સિલ્વરમીલ પાસેની પાણીની ભૂગર્ભ ટાંકીની ૭૫૦ મીમીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. મેટ્રો રેલની ચાલી રહેલી કામગીરીમાં કર્મચારીઓની બેદરકારીના લીધે આ સ્થિતિ સર્જાઇ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આજે સોમવારે સાંજે આશરે ૩૦ થી પણ વધુ ચાલીઓમાં પીવાના પાણીનો સપ્લાય ખોરવાતા લોકો પાણી માટે ફાંફે ચઢ્યા હતા.

પીવાના પાણીની લાઇનોની લીકેજીસની સમસ્યાઓ દિનપ્રતિદીન વધી રહી છે. વર્ષો જુની લાઇનો ભંગાણ હોવાના કારણે તેમજ શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોની કામગીરીને કારણે પાણીની લાઇનો અવાર-નવાર લીકેજ થતા રોજનું હજારો લીટર પાણી નાહકનું વેડફાઇ રહ્યું છે.

(6:02 pm IST)