સિધ્ધપુર ડેપોમાં કંડક્ટરની માનવ સેવા :મુસાફરોને ઠંડાપાણીની સુવિધા :મશક ભરીને પેસેન્જરને પીવડાવે છે
સિદ્ધપુર :ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યહવાર નિગમ પાલનપુર વિભાગના સિધ્ધપુર ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા વડગામ તાલુકાના પાંચડા ગામના મુકુલભાઈ કટારિયા નોકરી પ્રામાણિકતાપણે કરવા સાથે માનવસેવાનું કમ પણ કરે છે તેઓ બસ મુસાફરી કરતા લોકો માટે ઠંડા પાણીની મશક ભરીને રાખે છે.
તેઓ પોતાની ફરજ દરમિયાન મુસાફરોને પીવાના પાણી માટે કોઇ જ તકલીફ ના પડે તે માટે ઠંડા પાણીની મશક ભરી રાખીને દરેકને પાણી પીવડાવી માનવતા મહેકાવાની સાથે સાથે પુણ્ય પણ કમાઈ રહ્યા છે.નાના બાળકો ગરમીથી પરેશાન ના થાય એ માટે પાણીની બોટલ પણ રાખે છે.
મુકુલભાઈ કટારિયાના આ સરાહનીય કાર્યથી મુસાફરો પણ નેક અને ઇમાનદાર કંન્ડકટરને માન સન્માન આપે છે. સાચા અર્થમાં એસ.ટી. નિગમનુ સૂત્ર “બસ અમારી સલામતી તમારી”ને સાર્થક કરી રહ્યા છે. તેમના આ લોકઉપયોગી કાર્યથી નિગમને પણ માનસન્માનથી મુસાફરો નિહાળે છે. આવા નિઃસ્વાર્થ માનવ કાર્યથી નિગમની આવક અને પ્રતિષ્ઠામાં વધારો થઈ રહ્યો છે. મુસાફરી કરી રહેલા લોકોને પણ આવા સેવાભાવી કર્મચારીઓના વર્તન અને સ્વભાવથી પ્રેરણા મળે છે.