ગુજરાત
News of Monday, 18th June 2018

પ્રમુખ-ઉ.પ્રમુખની ચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા કોંગ્રેસની માંગણી

કોંગ્રેસે ચીફ સેક્રેટરી, ડીજીપીને લખ્યો પત્ર : સત્તાના જોરે ભારતીય જનતા પાર્ટી સભ્યોને ધમકાવી રહ્યાંનો આક્ષેપ

 

અમદાવાદઃ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા કોંગ્રસે માંગણી કરી છે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરીને ચૂંટણી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માંગ કરતો પત્ર મુખ્ય સચિવ, ચૂંટણી કમિશનર અને રાજ્યના પોલીસ વડાને લખ્યો છેજેમાં 19 અને 20 જૂને ચૂંટણી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માગ સાથે ભાજપ પર આક્ષેપ કર્યા છે.  

  કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, ભાજપ સરકાર ધાકધમકી અને સત્તાનો દુરૂપયોગ કરી રહી છેજિલ્લા અને તાલુકા પંચાયતોને તોડવાનો પ્રયાસ કરી રહી છેજેથી ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવે. મહત્વનું છે કે, તાલુકા-જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે. તેવામાં કોંગ્રેસને આશંકા છે કે, તેમના હસ્તક રહેલી તાલુકા-જિલ્લા પંચાયત પણ ભાજપ છીનવી લે તે માટે કોંગ્રેસ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.

(10:35 pm IST)